આજરોજ ગરબાડા ખાતે બજારમાં માતાજી મંદિરનાં ચોકમાં ગામના યુવાનો દ્વારા ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નો વિરોધ કરવામાં આવ્યો હતો અને દેશ માટે શહીદી વહોરનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની તસવીરને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપવામાં કરવામાં આવી હતી.
ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને આજે સાત દાયકા જેટલો સમય થવા આવ્યો તેમ છતાં આજે પણ આપણા ભારત દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવે છે જેમાં વેલેન્ટાઇન ડે જેવા વિવિધ ડે ની ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે આ વિવિધ ડે ની ઉજવણીઓમાં કયાંક આપણી સંસ્કૃતિ ભુલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિદેશો વાર તેહવાર હિન્દુસ્તાન જેટલા હોતા નથી તેથી તેમને ડે ની ઉજવણી કરવી પડે છે આપડે ત્યાં સંસ્કૃતિએ વિરાસતમાં એટલા તહેવારો આપ્યા છે અને તે તમામ વિજ્ઞાનસાથે સંકળાયેલા છે.એ તહેવારો નું મહ્ત્વ જાળવી રાખીએ અને તેને હર્ષોઉલ્લાસ સાથે ઉજવીયે તો આપડે આપડી સંસ્કૃતિ ને બચાવી શકીશું.