ગ્રામીણ વિસ્તારોમાં અને વંચિત સમુદાયોમાં લિંગ અસમાનતા હજુ પણ યથાવત છે. જેની નોંધણીના વલણોને જોતાં, છોકરાઓની સરખામણીમાં પ્રાથમિક સ્તરે છોકરીઓની નોંધણીમાં નોંધપાત્ર અંતર રહે છે, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક સ્તરે, કસ્તુર બા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) નો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પ્રાથમિક સ્તરે બોર્ડિંગ સુવિધાઓ સાથે રહેણાંક શાળાઓની સ્થાપના કરીને સમાજના વંચિત જૂથોની છોકરીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે.
જે આશય થી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે આજે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ભવન રૂપિયા 4 કરોડના ખર્ચે તૈયાર થશે અને તેની કેપેસિટી 350 બાલિકાઓ ની રહેવાની સુવિધા યુક્ત હશે. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારથી દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. અને તેમાં પણ શિક્ષણ ને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આ શિક્ષણ માટે નવીન ભવન બની રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, ગરબાડા ધારાસભ્યના મહેન્દ્ર ભાભોર, DPEO નૈલેશ મુનીયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા