RPARMAR – DAHOD
દાહોદના ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટીમાં રહેતા વેટરનરી ડોક્ટર ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું : ડોકટરનો આબાદ બચાવ દાહોદના ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટીમાં રહેતા વેટરનરી ડોક્ટર ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું ડોકટરનો આબાદ બચાવ થયો.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટી ખાતે રહેતા સંતરામપુરમાં વેટરનરી ડોક્ટર તરીકે નોકરી કરતાં કિરણભાઈ નિસરતા ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા વરસાદી માહોલમાં ઘરમાં દ્વારા ઘૂસી જઈ ફાયરીંગ કર્યું હતું જ્યારે તેમનો આબાદ બચાવ થયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજના ૦૬:૦૦ થી ૦૬:૩૦ ના વચ્ચે ગોદીરોડ પર આવેલ સાઈંધામ સોસાયટીમાં રહેતા કિરણભાઈ નિસરતા પોતાના ઘરમાં હતા તેવા સમયે વરસાદી માહોલમાં ૩ અજાણ્યા સખ્શો દ્વારા ડોક્ટર કિરણભાઈ ઘરમાં હતા તેવા સમયે તેમના ઘરમાં ઘૂસી જઈ તેમના પર ફાયરીંગ કરી નાસી ગયા હતા. જ્યારે ઘવાયેલ કિરણભાઈને સરકારી દવાખાને લવાયા હતા જ્યાં સદ્દનસીબે બંદૂકમાથી છૂટેલ ગોળી તેમના ખભાના ભાગને ઘસરકો મારીને નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. અને દાહોદ Dy.S.P. એમ.આર.અગ્રવાલે ઘટના સ્થળની મુલાકાત લઈ ત્રણે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.