દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં ગત 17 નવેમ્બર 2018માં ગોધરા રોડ શ્રીરામ કોલોનીમાં રહેતા માતા-પુત્રીની ચકચાર ભરી હત્યામાં સામેલ દિલીપ ભાભોર તેની પત્ની મંજુબેન ભાભોર તથા મિત્ર રોહિતને પોલીસે પકડી જેલ ભેગા કર્યા હતા. આ ચકચારી હત્યાના ગુન્હાના આરોપી દિલીપ ભાભોરે આજે તા.૧૧/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ વહેલી સવારમાં અંદાજે ૦૬:૦૦ વાગ્યાની આજુ બાજુ દિલીપ ભાભોર કે જે કાચા કામના કેદી તરીકે દાહોદની સબ જેલમાં બંધ હતો તેણે બેરેક નં. – ૫ ના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે.
મરણ જનાર આરોપી દિલીપ ભાભોરની બોડીનું પંચનામું કરતા તેને પહેરેલ લોવરના જમણા ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળેલ હતી. આ સુસાઈડ નોટમાં લખેલ હતું કે મારી પત્ની અને મિત્ર બંને નિર્દોષ છે તથા મારા માતા પિતા તથા બાળકોનું ધ્યાન રાખજો. આ ગુનો મે મારા હોસોહવસમાં કરેલ છે. અને આ આત્મહત્યા પણ હું મારી મરજીથી જ કરી રહ્યો છું. તેવું દાહોદ સબ જેલના જેલર વિપુલ ભાભોર દ્વારા કહેવામાં આવ્યું હતું.