Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના ગૌશાળા અને દૌલત ગંજ કન્યા શાળાને જોડતા માર્ગને અરસ પરસ દસ્તાવેજ...

દાહોદના ગૌશાળા અને દૌલત ગંજ કન્યા શાળાને જોડતા માર્ગને અરસ પરસ દસ્તાવેજ કરીને ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ગૌશાળા વાળા રસ્તે વિશ્વકર્મા મંદિરથી થોડેક આગળ એક રસ્તો વર્ષોથી વિવાદિત હતો અને તે રસ્તો સીધો જ ગોવિંદ નગરના બાગ સામે દૌલત ગંજ કન્યા શાળા પાસે થઈને નીકળે છે. જે માર્ગ ખાનગી માલિકી સાથે એક બીજાને સમજૂતી કરાર થી દસ્તાવેજ કરી આપી માર્ગ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે જ્યારે આજે તા. ૧૬/૦૬/૨૦૨૨ ને ગુરુવારના રોજ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલની અધ્યક્ષતામાં આ કરાર કરેલ હતો તેમની સાથે વાત ચીત કરી તેનો સુમેળભર્યો નિકાલ આવેલ.

આ રસ્તો સીધો હવે ગોવિંદ નગર બાગ ની સામેથી વિશ્વકર્મા મંદિર તરફ દર્શનાર્થે જઈ શકાશે. માટે વોર્ડ નં. ૭ ના તમામ કાઉન્સિલર દ્વારા પ્રમુખ રીનાબેન ને વિનંતી કરવામાં આવી હતી કે હવે થી આ માર્ગ નું નામ વિશ્વકર્મા માર્ગ નામ આપવામાં આવે ત્યારે તેમણ કહ્યું કે આવતી સામાન્ય સભા માં આપની વાતની દરખાસ્ત અમે મૂકીને તે માર્ગનું નામ વિશ્વકર્મા માર્ગ આપીશું તેવી બાહેધરી આપી હતી.

આ માર્ગના સુમેળભર્યો નિકાલ લાવવા માટે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપ પ્રમુખ અબ્દી ચલ્લાવાલા, પક્ષના નેતા રાજેશ સહેતાઇ અને વોર્ડ નંબર ૭ ના કાઉન્સિલર શ્રધ્ધાબેન ભડંગ, હંસાબેન વહોનીયા, લલિતનભાઈ પ્રજાપતિ, નૃપેંન્દ્ર દોશી તથા અન્ય કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments