દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદના ઘટક ૧ ની તમામ આંગણવાડી કેન્દ્ર પર પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર મહિનાના ચોથા મંગળવારે થીમ આધારિત રાષ્ટ્ર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે રીતે આ મંગળવારે પણ આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીએ દીકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે દીકરીઓને સમજ પુરી પાડી હતી. વધુમાં દીકરીઓને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાની જાતે કાળજી લેવા પ્રેરિત કર્યા હતા. આ વેળાએ આંગણવાડી બહેન દ્વારા ભૂલકાઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીથી દીકરીઓને વાકેફ કરીને પૂર્ણાશક્તિ યોજના અંગે માહિતી પુરી પાડી હતી. કિશોરીઓને દર ગુરુવારે આર્યનની ગોળીઓ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો કિશોરીઓ કુપોષિત હશે તો કુપોષિત બાળકને જન્મ આપશે માટે દીકરીઓએ સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. તેમજ તમામ ઘટકમાં “પુર્ણા દિવસ” ની ઉજવણી કરવામા આવી હતી. જેમા કિશોરીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવામાં આવી હતી પોલીસ અધિકારીઓ દ્વારા કાયદાની પ્રાથમિક સમજ આપવામાં આવી હતી તેમજ પોતાની સલામતી કરી રીતે રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .
મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, ભારતીય પોસ્ટ, ૧૮૧ – અભયમ મોબાઈલ એપ્લીકેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આરોગ્ય વિભાગ, રોજગાર વિભાગ, બાળ સુરક્ષા વિભાગ સહિત શિક્ષણ વિભાગની યોજનાકીય માહિતીથી વાકેફ થયા હતા. આ તમામ કચેરીઓની યોજનાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાઓ, બેટી પઢાઓ, વહાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ઘરેલું હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વગેરે જેવી મહિલાઓ માટે લાભકારી યોજનાઓ-કાયદાઓની છણાવટ કરવામાં આવી હતી.