દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના છાબ તળાવમાં વર્ષોથી જામેલ કાંજી કાઢવા માટેનું નવું હાઈટેક મશીનનો ગત રોજ તા.૨૪/૦૪/૨૦૧૮ મંગળવારના રોજથી દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર રાયચંદાની, પ્રમુખ સંયુક્તાબેન મોદી, દીપેશ લાલપુરવાલા, પૂર્વ પ્રમુખ રાજેશભાઇ સહેતાઈ, નિરાજભાઈ દેસાઈ તથા તમામ કાઉન્સિલરો ની હાજરીમાં ઉપયોગ કરવામાં આવ્યો. સ્માર્ટ સીટી દાહોદના આખા છાબ તળાવમાં ઉગતી અને ફેલાયેલી કાંજી તથા બીજી અનેક વનસ્પતિને આ હાઈટેક મશીન દ્વારા દૂર કરી છાબ તળાવને સુંદર અને નયનરમ્ય બનાવવા નગર પાલિકા તંત્ર દ્વારા ઉત્તમ પ્રયાસ છે. કે જેથી દાહોદ શહેરનું છાબ તળાવ હોવી હંમેશા સુંદર લાગશે.