દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતમાં આજરોજ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ખાસ ગ્રામ સભાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનો ધમધમાટ જોવા મળયો હતો સવારે ફતેપુરા ગ્રામપંચાયતમાં ગ્રામસભામાં યોજવામાં આવી હતી યોજાયેલ ગ્રામસભા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી આર.એસ.રૉહિતની અધયક્ષતા યોજાઇ હતી. ફતેપુરા ગ્રામસભામાં લોકોઍ વષૉ જુના ગામના તળાવમાં ગેરકાયદેસર રીતે માટી નાખી પુરણ કરી તળાવ બુરી દેવામાં આવ્યુ હોવાની વાત લોકોએ વિરોધ નોંધાવી તળાવની જગ્યા ખુલ્લી કરવાની માંગ કરી રજુઆત કરી વિરોધ નૉધાવયો હતો. ફતેપુરા બજારમાં પણ રસ્તા પર લોકો દ્વારા દબાણ કરી ટ્રાફિક ઊભો કરાતા આ દબાણ પણ ખુલ્લું કરવાની માંગ કરાઇ હતી. ફતેપુરા ગ્રામસભામાં લોકોએ ગામમાં થતું ગેરકાયદેસર દબાણને લઇને પંચાયત અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો સભામાં દબાણનો મુદ્દો મોખરૅ રહ્યો હતો. તળાવમાં લૉકૉ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાની ફરિયાદ લૉકૉએ કરી હતી. ગ્રામસભામાં પ્રધાનમંત્રી આવાસ, પાણીની સમસ્યાને લઇને બગડેલા હેન્ડ પંપ રીપેરીંગ કરવાની માંગ, તળાવ ઊંડા કરવાની માંગ, સહિત જળ સંચયના કામોની તથા સમગ્ર ફતેપુરા તાલુકાના વિકાસની વાત કરાઈ હતી.