સરકારશ્રીની સુચના મુજબ ચાલુ વર્ષે મેડીકલ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથી પ્રવેશ માટે ગુજરાત રાજયનો ડોમીસાઇલ હોય તેને પ્રવેશ આપવા સંદર્ભે એડમિશન કમિટી કોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ / પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન કોર્સીસ (એ.સી.પી..યુ.એમ.જી) માં પ્રવેશ મળી શકે તેવા ઉમેદવારો કે જેમની યાદી એડમિશન કમિટીની વેબસાઇટ medadmgujarat.org ઉપર મુકવામાં આવેલ છે. તેવા વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટીફીકેટની ચકાસણીની કામગીરી કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન), દાહોદ ખાતે રૂમ નં. – ૨૧ માં તા. ૩૦/૦૮/૨૦૧૮ થી તા. ૩૧/૦૮/૨૦૧૮ ના સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ કલાક રાખવામાં આવેલ છે.
સંબંધિતોએ તેઓના ડોમીસાઇલ સર્ટીફીકેટની અને તેના સમર્થનમાં રજુ કરેલ તમામ જરૂરી આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા દાહોદ ડોમીસાઇલ સર્ટીફીકેટ ચકાસણી સમિતિના અધ્યક્ષ અને લીમખેડા પ્રાંત અધિકારી ડી.જે. વસાવાએ એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.