KEYUR PARMAR – BUREAU DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ ખાતે ગત રવિવારના રોજ જમ્મુ કશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર સવારમાં થયેલા આતંકી હુમલાના લીધે પૂરા દેશમાં આક્રોશ ફેલાયેલો છે તેને ધ્યાન માં રાખીને ઝાલોદ નગરમાં જિલ્લાના બજરંગ દળના સહ સંયોજક મનીષ પંચાલ તથા ધ્રુવેશ ભાટિયા, દર્શનભાઈ પરમાર તથા અન્ય બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદ ને ડામવા પાકિસ્તાન હાય… હાય… ના નારા સાથે પાક ના વડાપ્રધાન નું પૂતળું ફુક્યું અને આતંકવાદના પૂતળા દહન કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો હતો.