Wednesday, December 18, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે

દાહોદના ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે

  • ઝાલોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમની સમીક્ષા કરતા આદિજાતિ વિકાસ મંત્રી
  • ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થવાના છે, ત્યારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે કાર્યક્રમની સમીક્ષા બેઠક અહીંના કંબોઇ ધામ ખાતે કરી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે ઝાલોદ ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં યોજાનારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા જણાવતા કહ્યું કે, ઝાલોદ ખાતે મુખ્યમંત્રી પ્રથમ વખત પધારનારા છે, ત્યારે આપણે સૌ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થઇએ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આપણે પરંપરાગત વસ્ત્રપરિધાન, વાદ્યો અને નૃત્ય સાથે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય રીતે કરવાની છે. આ દિવસની ઉજવણી આપણી પરંપરાના સંરક્ષણ માટે કરવામાં આવે છે. ત્યારે ઝાલોદ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી બંધુઓ મોટી સંખ્યામાં સહભાગી થઇને આ કાર્યક્રમને દિપાવે એમ તેમણે ઉમેર્યું હતું.

બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે સૌ ઝાલોદ વાસીઓને આહ્વાન કર્યું હતું કે આપણે સૌ મોટી સંખ્યામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થઇએ. મુખ્યમંત્રી આપણે આંગણે પધારી રહ્યાં છે ત્યારે સૌ આદિવાસીબંધુઓ આ કાર્યક્રમમાં જોડાય તે ઇચ્છનીય છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા અને તૈયારીઓ વિશેની વિગતવાર માહિતી આપી હતી.

બેઠકમાં વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, પ્રાયોજના વહીવટદાર પંડયા, અગ્રણી શંકરભાઇ અમલીયાર, મહેશભાઇ ભૂરિયા, સ્નેહલભાઇ, નરેન્દ્ર સોની, સુધીરભાઇ લાલપુરવાલા, દિનેશભાઇ તેમજ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments