આજે તા.૨૦/૦૭/૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે સુપોષણ અભિયાન તથા પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, તાલુકા પંચાયત સભ્ય ભુરાભાઈ મિનામા, રળીયાતી શક્તિ કેન્દ્રના સંયોજક પ્રકાશભાઈ ભાણા, 132 વિધાનસભાના વિસ્તાર તેજસભાઈ શિલ્પી, બુથ પ્રમુખ નરેશ કતીજા, ગામના આગેવાનો, આંગણવાડીના બાળકો હાજર રહ્યા. આ બાળકોને ફળ ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું, અને કુપોષિત બાળકોને સુપોષણની કીટ આપવામાં આવી હતી તેમજ પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક આપવામાં આવી અને ગામના સ્થાનિક લોકોને પ્રાથમિક સભ્યો બનાવવામા આવ્યા. તથા સરકારની વિવિધ યોજનાંઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
દાહોદના ડુંગરપુર ગામે જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા સુપોષણ અભિયાન તથા પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો
RELATED ARTICLES