Saturday, January 25, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના દુકાળપુરા વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા સાથે દાહોદ પ્રાશાસન સહિત...

દાહોદના દુકાળપુરા વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા સાથે દાહોદ પ્રાશાસન સહિત આરોગ્ય વિભાગ એલર્ટ

 

 

 

કોલેરાગ્રસ્ત/ ભયગ્રસ્ત વિસ્તાર માટે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર દાહોદની નિમણૂક કરાઇ
ઝાડા ઉલટીના લક્ષણો જણાતા તાત્કાલિક આરોગ્ય સારવાર લેવા કલેક્ટરની જાહેર જનતાને અપીલ

દાહોદ શહેરના દુકાળપુરા વિસ્તારમાં રહેતા વયોવૃધ્ધ રહીશાબીબી ગુલામનબી નીલગર ઉંમર વર્ષ ૭૭ ને ઝાડા થતાં તા.૧૪-૭-૨૦૧૮ના રોજ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરી આખો દિવસ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓની તબિયત વધારે કથળતાં તેઓને મોડી સાંજે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ / મેડિકલ કોલેજમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર સહિત જરૂરી રીપોર્ટ કરતાં કોલેરા પોઝિટીવ જણાઇ આવ્યો હતો. તેની જાણ જિલ્લા વહીવટીતંત્રને કરતાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ તાત્કાલિક આરોગ્ય વિભાગ, નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી ઝડપથી કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.

જાહેર જનતાને જાણ થાય અને તકેદારી રાખે તે માટે દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી (IAS) એ એપીડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ ની કલમ(૨) અન્વયે કોલેરા રેગ્યુલેશન તા.૨૬-૫-૧૯૫૬ના મુંબઇ સરકારના એકસ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટના ભાગ-૪ માં પ્રસિધ્ધ થયા મુજબ રેગ્યુલેશન ૨, ૩, ૪ હેઠળ દાહોદ શહેરના દુકાળપુરા વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જ્યારે દાહોદ નગરપાલિકા વિસ્તાર હદથી ૮ કિ.મી.ની ત્રિજયામાં આવેલ વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે તા.૧૮-૭-૨૦૧૮થી જાહેર કરતો હુકમ ફરમાવ્યો છે.

આ કોલેરાગ્રસ્ત / કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર માટે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર, દાહોદની નિમણૂક કરવામાં આવી છે. કોલેરા નિયંત્રણ અધિકારીએ કોલેરાગ્રસ્ત / કોલેરા ભયગ્રસ્ત વિસ્તારમાં કોલેરા રેગ્યુલેશન એકટ મુજબ નિયમાનુસાર કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી. તદ્દનુસાર કલેક્ટરએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યુ છે કે ઝાડા ઉલટીના લક્ષણો જણાતા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં કે નજીકના દવાખાનામાં આરોગ્ય વિષયક તપાસ / સારવાર મેળવવી, પીવાનું પાણી ઉકાળીને પીવું, ખુલ્લામાં વેચાતો બહારનો ખોરાક ખાવો નહીં. ડોક્ટર દ્વારા અપાયેલ દવા / સારવાર લેવી.

જીલ્લા પંચાયત ડી.એસ.ઓ અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. ડી.એન.પટેલના જણાવ્યાનુસાર આ પરત્વે નગરપાલિકા વિસ્તારના કથીરીયા બજાર, લુહારવાડા, ભોઇવાડ, રાવળીયાવાડ, ચલ્લાવાલાની વેર એમ ૧૭૮૦ની વસતી વાળા આ પાંચ મહોલ્લાની આરોગ્યની ટીમોને મોકલી ઘર ઘર ફરી સર્વે કરવામાં આવ્યુ છે. પાણીના પાંચ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જેની ચકાસણી માટે પાણી પુરવઠા વિભાગ (વાસમો) ને મોકલી આપવામાં આવેલ છે. સદર દર્દીના કુટુંબીજનો બોરના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે. આ સર્વે દરિમયાન ૪ કેશો ઝાડાના જણાઇ આવતાં તેઓને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ઝાડા/ઉલટીના આવા લક્ષણો જણાતા દર્દીઓએ ઝડપથી આરોગ્ય વિષયક સારવાર લેવા સહિત આરોગ્ય વિભાગ, નગરપાલિકા આરોગ્ય વિભાગ, ઝાયડસ હોસ્પિટલનો સંપર્ક કરવા ર્ડા. પટેલે અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments