KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના હાર્દ સમા વિસ્તાર દેસાઈવાડાના વચલા ફળિયામાં આવેલ શાંતિ એપાર્ટમેન્ટમાં એક વણિક બહેનના ઘરમાં લુટારું ઘુસી જઈ મહિલાના મોઢમાં ડૂચો ભરીને વહેલી સવારના ૭ વાગ્યે ૧ લાખ ૫૦ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયો. આ ઘટના પછી લોકોમાં ભયનો માહોલ ખાડો થયો છે. કેમકે એક બાજુ સામે દિવાળીનો તહેવાર આવતો હોય આર્થિક મંદી નો માહોલ હોય એમાંય જો લોકો કસી ખરીદી કરવા બજારમાં જય તો લૂંટાવાનો ભય અને ઘરમાં એકલા હોય તોય લૂંટાવાનો ભય. દાહોદમાં લોકોને શું કરવું એ સમજ નથી પડતી અને ખાસ કરીને મહિલાઓ તો ખુબજ ડરી ગઈ છે.
દાહોદમાં આવી ઘટના છેલ્લા ૬ થી ૮ માસમાં અસંખ્ય વાર બની છે જે પોલીસના મોઢા પર લુટારુઓની લપડાક છે. અને તેઓ પોલીસની નિસ્ક્રીયતાનો લાભ લઈ પાછલા ૬ થી ૮ માસમાં ઘણી લુંટ કરી ચૂક્યા છે. થોડાક સમય અગાઉ દાહોદ શહેરના ભરચક વિસ્તાર ગુજરાતીવાડમા પણ લુંટ કરી મર્ડર કરીને પલાયન થઈ ગયા હતા. આ લુટારુઓ એક જ સમાજને ટારગેટ બનાવી રહ્યા હોય એવું લાગે છે. આવી ઘટના એક જ સમાજમાં આઠ થી દસ વખત મોટી ઘટના બની છે જેના પાછળનું કારણ અકબંધ છે. આ માટે ગુજરાતીવાડમા જ્યારે એક મહિલાનું લુંટ વિથ મર્ડર થયું હતું ત્યારે શ્રી દશાનીમાં વણિક સમાજે આ ઘટનાને વખોડી કાઢી એક બહુ મોટી મૌન રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને દાહોદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડાએ તેઓને ખાતરી આપી હતી કે અમે ગુનેગારોને પકડી પાડીશું પરંતુ જે તે આવેદનપત્ર કચરાપેટીમાં જતું રહ્યું અથવા તો જે તે આવેદનપત્રનો કોઈ કિમત ન હોય તેમ તે બાબતનો હજી સુધી કોઈ નિકાલ નથી અને આ ઘટનાનો દોર ચાલુ નો ચાલુ જ છે. તો શું આવનારા દિવસોમાં પોલીસ આ લૂંટારુઓને પકડી શકશે ખરી? કે આ લૂંટારુઓ માતેલા સાંઢની જેમ અવાર નવાર આવી ઘટનાઓ ને અંજામ આપતા જ રહેશે? શું આ બાબતે પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ભરાશે ખરા? આ લોકચર્ચાનો વિષય બન્યો છે.