KEYUR PARMAR – DAHOD
દાહોદના ગૌરવ ગણાય તેવા ડો.મેહુલ શાહ તથા ડો.શ્રેયા શાહની તેમના ક્ષેત્રની સંનિષ્ઠતાને લઈને વર્ષમાં એક જ વખત યોજાતી આંખની ઈજા સંદર્ભે રાષ્ટ્રકક્ષાની કોન્ફરન્સ આ વખતે દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે યોજાઈ હતી. તારીખ ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ શનિવાર અને રવિવારે યોજાનાર આ વર્કશોપમાં ભારતભરમાંથી આંખની ઈજાની સારવાર કરનારા 300 નામાંકિત તબીબો ઉપસ્થિત રહ્યા છે.
આ ટ્રોમાના સમગ્ર ભારતના સેમિનાર પાછળનો હેતુ એજ છે કે માનવીને આંંખમાં દડો વાગવાથી, આંંખમાં કાંસુ ભોકાવાથી, મારામારીમાં કે એક્સીડેન્ટમાં અથવ અન્ય કોઈ પણ રીતે કોઈ પણ આંખની ઈજાઓ થાય તો વ્યક્તિની આંખની રોશની ના જાય તે માટે આ તમામ આઈ સ્પેશિયાલિસ્ટો પ્રયત્નશીલ અને કાર્યરત છે એવું ટ્રોમાંકૌનના નેશનલ પ્રેસિડેન્ટ ઓક્યુલર ટ્રોમા સોસાયટી સુન્દરમ નટરાજને જણાવ્યું હતું અને તેમને વધુમાં કહ્યું હતું કે માણસને આંખમાં ઇજા થાય એટલે પહેલા તો બાજુમાં જે પણ હોસ્પિટલ હોય ત્યાં પહેલી ટ્રીટમેન્ટ કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર કરાવી લેવી પછી ૫ થી ૬ દિવસમાં નજીકની મોટી આઈ સેન્ટરની મુલાકાત લઇ અને આગળ વધવું તેવું જણાવ્યું હતું. અન્ય રાજ્યમાંથી આવેલ તમામ તબીબોએ પોતપોતાના શેત્રોમાં પોતાની અદભુત કામગીરી અને સિદ્ધિઓ તેમજ રિસર્ચ વિષેની માહિતી આપી હતી. જેમાં દાહોદના ડો. શ્રેયા શાહ એ જે ડિવાઇસનું રિસર્ચ કર્યું છે તેને પેટર્ન કરવી અને પબ્લીકના માટે એક કૅરટેકિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે અને એનો ઉપયોગ તમામ તબીબ કરી શકશે.
જયારે દાહોદના જ ડો.મેહુલ શાહએ જણાવ્યું હતું કે આ સેમિનારમાં બોર્ડર પાર ઘાયલ સૈનિક, કાશ્મીરમાં પેલેટગન થી આંખમાં ઇન્જુરી વગેરેની સારવાર કેવી રીતે કરવી તે બાબતે પણ વિસ્તૃત માહિત આપી નિષ્ણાત તબીબોએ ટ્રેનિંગ આપી હતી. જયારે ડો. નીતિન મલ્કાનએ આ કોન્ફરન્સ ગુજરાતમાં અને તે પણ દાહોદ જેવા પછાત વિસ્તારમાં યોજાયેલ છે તે બદલ દ્રષ્ટિ નેત્રાલયના ડો. મેહુલ શાહ અને શ્રેયા શાહ દંપતિને દાહોદનું નામ સતત રોશન કરતા રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવા વિસ્તારમાં ગરીબોની જે સેવા કરી અને કર્યો કરે છે તેને બિરદાવ્યા હતા. આ બાબત સમગ્ર દાહોદ નહિ પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે તેવું ડો. નીતિન મલકાને જણાવ્યું હતું