દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયત હેઠળ પી.આર.આઈ. મીટીંગ યોજવામા આવી હતી.
આ નિમિતે માન.પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાનને સાર્થક કરવા માટે તમામ પંચાયતી રાજના સભ્યને મારુ ગામ ટીબી મુક્ત ગામ માટે આહવાન કરવામાં આવ્યું હતુ.
આ પી.આર.આઈ. મીટીંગ જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ. અમરસિંગ ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં મેડીકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતી રાજના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીનાં ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધ્યોગિક ક્ષેત્રે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે ધારાસભ્ય અને પ્રમુખે નિક્ષય મિત્ર બનીને કુલ ૧૦ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં માટે આહવાન કરવામાં આવ્યું હતું.