THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતા કૉરોનાના કેસો પણ વધી રહ્યા છે તેમ છતાં પણ લોકો માસ્ક પેહરવાનું ટાળી રહ્યા છે. અને બીજું એમ કે લોકો સોસિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા તેમજ સરકારી ગાઈડ લાઈનનુ પાલન ન કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે લોકોમાં અવેરનેસ લાવવા દાહોદ નવજીવન સાયન્સ કોલેજના N.S.S. ના વિદ્યાર્થીઓ આગળ આવ્યાં છે ને N.S.S. ના વિદ્યાર્થીઓએ દાહોદ શહેરમા એક રેલીનું આયોજન કર્યું, જેમાં આ રેલી દ્વારા લોકોને કોરોનાં વિશેની માહિતી આપવામાં આવી. આ રેલીમાં N.S.S. ના વિદ્યાર્થીઓ હાથમા સાઈન બોર્ડ, બેનરો લઈ કોરોના વિષે સૂત્રો લખીને રેલી નીકળવામાં આવી હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારી, અધિકારીઓ, દાહોદ પોલીસ વિભાગ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી દાહોદના તાલુકા આરોગ્ય કચેરીથી દાહોદના બસ સ્ટેશન ખાતે જઈને સમાપન કરી હતી. અને ત્યારબાદ દાહોદ બસ સ્ટેશન ખાતે N.S.S. ના વિદ્યાર્થીઓને બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરો તેમજ નગરજનોને આયુવેર્દિક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
નવજીવન સાયન્સ કોલેજના N.S.S. ના વિદ્યાર્થીઓના આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું. જેમાં મોટી સઁખ્યામાં લોકોએ આયુવેર્દિક ઉકાળો પીવાનો લાભ લીધો હતો. આ તમામ કાર્ય દાહોદ જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે દાહોદ નવજીવન સાયન્સ કોલેજના N.S.S. ના વિદ્યાર્થીઓ તથા તેમના ગાઈડ કમ પ્રોફેશર શ્રેયસ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું