દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પિપલોદ ગામના જંગલમાંથી એક મહિલાની લાશ મળી હતી. જેને પીપલોદ પોલીસે પી.એમ. માટે મોકલી આપેલ, જેના રિપોર્ટના આધારે મહિલાને છાતીના ભાગે ગેબી માર મારવાથી મોત થયું હોવાનું ડોક્ટર દ્વારા જણાવતા દાહોદ પોલીસ એકશનમાં આવી અને લીમખેડા Dy.S.P. પરેશ સોલંકી તેમજ LCB ની ટીમ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને રેન્જ I.G. ના માર્ગદર્શનથી મૃતકના સગા સબંધીઓની પૂછપરછ કરતા પોલીસને એક કડી મળી હતી કે મરણ જનાર મહિલા પોતાના પતિ થી અલગ પોતાના મોસાળમાં રહેતી હતી અને તે મૃત્યના અગ્લા દિવસ સુધી પોતાના પતિ સાથે મોબાઈલ ચેટ ઉપર હતી જેના આધારે પોલીસે તેના પતિ ધર્મેન્દ્ર બારિયાના ઉલટ તપાસ કરતા તેને હત્યા કરી હોવાનું કબૂલ કરેલ અને હત્યા કરી લાશ પોતાના મિત્ર સાથે મળી જંગલમાં ફેંકી આવ્યો હતો. આમ દાહોદ જિલ્લા પોલીસની ટીમે હત્યા નો ભેદ ઉકેલી ગુનેગાર ને ઝડપી પાડયો હતો.
HomeDev Baria - દેવ.બારીયાદાહોદના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ ગામેથી મળી આવે લાશનો ભેદ ઉકેલતી...