PRAVIN PARMAR – DAHOD
સમગ્ર ગુજરાતમાં ગત વર્ષે સરકાર દ્વારા 18,000 લોકરક્ષક ની ભરતી કરવામાં આવી હતી . જે પૈકીના 2010 લોકરક્ષક દાહોદમાં તાલીમાર્થીઓ ભરતી દાહોદમાં કરવા માટે થઈ હતી. અને તેમાંથી દાહોદમાં બેચ નં. 5 ની ઇન્ડોર અને આઉટ ડોર બન્ને ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂર્ણ કરતા આજે દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે મુખ્ય મહેમાન તરીકે ગોધરા રેન્જ ઇન્ચાર્જ આઈ.જી અભય ચુડાસમાની ઉપસ્થિતિ પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. કુલ 196 લોકરક્ષક દળના તાલીમાર્થીઓની તાલીમ 12 જુન 2017માં શરૂ કરવામાં આવેલ હતી અને 12 ફેબ્રુઆરી 2018ના તાલીમ પુરી કરેલ છે અને તેમાંથી 132 લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છે તે દાહોદ જિલ્લાના છે અને 64 મહીસાગર જિલ્લાના છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર જે રંજીથકુમાર, મહીસાગર S.P ઉષા રાડા અને દાહોદ S.P પ્રેમ વીર સિંહ તેમજ જિલ્લા પોલીસ સ્ટાફ અને દિક્ષાર્થીઓના મિત્રો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીક્ષાર્થીઓએ ખૂબ સારી પરેડ કરી છે તેવું કહી રેન્જ આઇ.જી એ અભિનંદન પાઠવી શુભેછાઓ આપી હતી.