દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઇંટા ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલિયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારાના અઘ્યક્ષ સ્થાને ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.
ફતેપુરા તાલુકાના પાટવેલના સરપંચ નાથુભાઈ ગરવાલ, વલુંડીના સરપંચ સુરેશભાઈ બરજોડ, ઘુઘસના કોંગ્રેસના જિલ્લા સભ્યના ઉમેદવાર વાલસીંગભાઈ પારગી, ભિચોરના સરપંચ છગનભાઈ પારગી, ઇંટા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સરલાબેન કનુભાઈ પારગી, ફતેગડીના મકનભાઈ ભાભોર, લખભાઈ ભાભોર સહિત 400 કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ચેરમેન પ્રફુલભાઈ ડામોર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, તાલુકા પ્રમુખ રામાંભાઈ પારગી સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.