
સરકાર દ્વારા રબારી, ભરવાડ, ચારણ વિગેરેઓને અપાયેલા ખોટા પ્રમાણપત્રોને રદ કરી અને તે વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માંગણીઓને લઈ સરકારને રજૂઆત માટે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં તા.૧૯/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ મામલતદારને આવેદન આપ્યું હતું. આ બાબતે આદિવાસી સમાજના માનવંતા સાંસદ સભ્ય ડો.પ્રભાબેન તાવિયાડની આગેવાની હેઠળ રેલી નીકળી હતી, તેમાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત હતા અને ડો.કિશોરભાઈ તાવિયાડ, ગોવિંદભાઈ પરમાર, રઘુભાઈ મછાર વિગેરે જોડાયા હતા. રેલી ઉખરેલી રોડ હાઈસ્કૂલ પાસેથી નીકળી ફતેપુરાના આખા બજારમાં થઇ મામલતદાર કચેરીએ ગયા હતા અને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી સામાજિક ચર્ચાઓ કરી અને વિસર્જન કર્યું હતું