PRAVIN KALAL – FATEPURA
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં અને કરોડિયામા ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસો જોવા મળી રહ્યા છે. ફતેપુરા અને આજુબાજુના ગામોમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો થઈ ગયો છે કે સામાન્ય દવાથી મચ્છર મરતા પણ નથી અને તેનાથી અનેક જાતના રોગ ઉત્પન થાય છે. અહીંયાથી પેશન્ટની લેબોરેટરી તેમજ સારી દવાના અભાવે લુણાવાડા તથા બરોડા હોસ્પિટલ લઈ જાય છે અને ત્યાં દવાઓ કરાવે છે.
વધુ માહિતી મુજબ ફતેપુરાના કરોડીયામાં ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના પેશન્ટ વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન દોરવામાં આવશે ખરું? આ બાબતે મેડિકલ ડિપાર્ટમેન્ટ વહેલી તકે યોગ્ય તપાસ કરી વધતા જતા રોગોનું નિયંત્રણ કરે તો ગામની અંદર રોગચાળાનું પ્રમાણ ઘટી શકે તેમ છે. ફતેપુરા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા પણ આ બાબતે કોઈપણ માહિતીઓ મળતી નથી.