PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ઠંડીનું પ્રમાણ બે દિવસથી વધી જતા લોકોએ મૂકી દીધેલા સાલ અને સ્વેટરો ફરીથી કાઢી તેનો ઉપયોગ કર્યો હતો અને સાંજના સમયે ધંધામાંથી પરવારી બહાર ફરવા જતા લોકોમાં ઘટ પડી હોય તેવું જણાતું હતું. અમુક ચોરે ચપાટે વાતોના તડાકા મારી ગપ્પા મારવા વાળાઓએ ઠંડીથી બચવા તથા સહારો લેવા તાપણાનો ઉપયોગ કર્યો હતો આમ ઠંડી વધુ જોર પકડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.