દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પાછલા પ્લોટ વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો. ફતેપુરા પાછલા પ્લોટ વિસ્તારના ગ્રામ પંચાયતના સભ્ય દિલીપભાઈ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી વર્કરો દ્વારા આયુર્વેદિક ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે તે માટે ઉકાળો બનાવી પાછલાં પ્લોટ વિસ્તારના ભાઈઓ-બહેનો અને વડીલોને આ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.
દાહોદના ફતેપુરામાં પાછલા પ્લોટમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
RELATED ARTICLES