PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં શિવજયંતિ નિમિત્તે બ્રહ્માકુમારીમાં મહોત્સવ ફતેપુરામાં બ્રહ્માકુમારી દીદીઓ દ્વારા ૮૩ મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે ધાર્મિક મહોત્સવ રાખવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી સંચાલિકા ડોક્ટર નિરંજનાબેન દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. પધારેલા અતિથિઓમાં સરપંચ કચરાભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રજાકભાઈ પટેલ સંસ્થાના કાર્યકર નીતાબેન પૂર્વીબેન તાલુકા કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ વડવાસ પ્રાથમિક શાળા આચાર્ય શંકરભાઈ છગનભાઈ ડુંગર પ્રાથમિક શાળા આચાર્ય વિગેરે મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાપિતા બ્રહ્માના શાકાર માધ્યમ દ્વારા જ્ઞાન અને રાજયોગ શીખવાડવામાં આવે છે સર્વ ધર્મના આત્માના પિતા નિરાકાર પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે આ બાબતોને લઇ સ્પષ્ટ અને સારી રીતે સમજી શકાય કેવી રીતે સમજણ આપી જેવી રીતે કે શારીરિક ધર્મ, શાંતિ, આદરભાવ, જીવનધર્મ, કર્મ વહેવારો સુધારો સચ્ચાઈ પ્રમાણિકતા દયાભાવના રાખવામાં આવે તો સમાજ સુખી બને પરમપિતા પરમાત્મા સાચો સાચી છે આમ હું અને અહમનો ત્યાગ કરી સમાજ પરિવર્તન લાવવા લાવવું ખૂબ જરૂરી છે. જેવી સાચી સમજણ આપી પધારેલ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોને તથા બાળકોને સમજાવવામાં આવ્યું હતું અને બધાને પ્રસાદ આપી શાંતિમય વાતાવરણ સર્જાયું હતું અને પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.