દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં માર્ગ અને મકાન સ્ટેટ્સ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ રોડ જે ફતેપુરાથી પાટવેલ બોર્ડરને જોડતો તેલગોળા ચોકડી થી પોલીસ ચોકી આગળથી પસાર થતો મોળા કુવા સુધીનો રી-કાર્પેટ બનાવેલ રોડમાં ગણ્યાગાંઠ્યા દિવસોમાં જ કપચી બહાર નીકળી ગઈ છે અને ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયેલ છે. અને આમ ભ્રષ્ટાચાર થયો છે તે ચોખ્ખો પુરવાર થાય છે. આ રોડ જ્યારે બનાવવામાં આવતો હતો, તે જ સમયે પ્રજાજનો દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવેલ કે આ રોડનું કામ કાજ બરાબર થતું નથી તો બરાબર કરાવો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બરાબર છે. તેમ કહી કોઈ સુનાવણી કરવામાં આવી ન હતી. આમ દાહોદ જિલ્લાના ફતેપુરામાં ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ નંબર વન પ્રુફ થઈ રહ્યો છે. જે યોગ્ય અધિકારી દ્વારા આની તપાસ જરૂરી જણાઈ રહી છે. તેવું લોકમુખે ચર્ચાનો વિષય બનાવ પામ્યો છે. અને લોકો એમ પણ કહે છે કે રોડમાં થયેલ ભ્રષ્ટાચાર વિશે જિલ્લામાં નવા નિમાયેલા કલેક્ટર અને DDO શું કાયદાકીય પગલાં ભરશે તે જોવું રહ્યું.
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુરામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલ રોડમાં ઉજાગર થયો ભ્રષ્ટાચાર