દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારા આ વખતે જંગી બહુમતી થીં જીતશે તેની ગેરંટી ભાજપના અગ્રણી તથા કાર્યકરો દ્વારા આપવામાં આવી રહી છે. ઝાલોદ નાં ITI ની સામે મેદાનમાં દેશનાં ગૃહ મંત્રી અમિત શાહની ભવ્ય જાહેર સભા અને ગુજરાતી ફિલ્મ જગતના હિરોઈન મમતા સોની ની સભા પછી ફતેપુરા વિધાનસભાના ફતેપુરા અને સંજેલી મત વિસ્તારમા ભાજપના ઉમેદવાર રમેશભાઇ કટારા પ્રત્યે આ વખતે પણ લોકોએ તેઓના વિશ્વાસ મૂક્યો છે અને જંગી સરસાઇ સાથે જીત અપાવવા કટીબધ્ધ થયા છે. અને તે જોતાં એવું લાગી રહ્યું છે કે રમેશભાઇ કટારા આ વખતે બહુ મોટા માર્જિનથી વિજય મેળવશે.
દાહોદના ફતેપુરા વિધાનસભાના ભાજપના રમેશભાઈ કટારાની જીતની ગેરંટી પાકી
RELATED ARTICLES