THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
કોરોના સંક્રમણથી દાહોદ જિલ્લાના બે આરોગ્યકર્મીનું અકાળે અવસાન થયું છે. રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવતા પ્રિયલબેન ચોરીયા જેઓ ફક્ત ૨૯ વર્ષના છે તેમજ છેલ્લા પાંચેક વર્ષથી આરોગ્ય કેન્દ્ર ખાતે કામગીરી કરતા હતા. તેમનું આજે તા.૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન થયું છે. જયારે આરોગ્ય વિભાગમાં ડ્રગ સ્ટોર ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષના જયંતીભાઇ સોમાભાઇ માવીનું પણ કોરોનાથી ગત તા. ૨૪ એપ્રિલના રોજ અવસાન થયું છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ બંને આરોગ્યકર્મીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમણે કર્મચારીઓના પરિવારજનોને સહાય રકમ સમયસર મળે તે માટેની સૂચનાઓ આપી છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પણ બંને કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્ય આરોગ્ય અધિકારી ડો.સી.આર. પટેલ અને અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ આરોગ્યકર્મીઓના અકાળ અવસાને દુખ વ્યક્ત કરી શાબ્દિક શ્રદ્ધાંજલી પાઠવી હતી.