PRAVIN PARMAR –– PRAVIN PARMAR
આજે તા. ૧૪/૦૮/૨૦૧૯ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગ બાળકો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં કાર્ડ કેમ્પનું આયોજન કરી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. બાળકના કુટુંબની આવક ચાર લાખથી વધુ થતી હોય તો પણ દિવ્યાંગ બાળકોને માં કાર્ડ આપવામાં આવ્યા હતા. દાહોદ તાલુકા મામલતદારના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પનું આયોજન કરવાનો વિચાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અનુરાગ શર્મા તથા ડીસ્ટ્રીક કોઓર્ડિનેટર મેઘલ કડીયા (PMJAY) એ કરેલ હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ સાહેબના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના ડાયરેક્ટર યુસુફભાઈ કાપડિયા એ પણ આ કાર્યમાં સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યોગેશ પારગી, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, આરોગ્ય ચેરમેન જુવાનસિંહભાઈ, C.D.H.O. એસ.એન. ગોસાઈ, A.D.H.O. પરમાર તથા આરોગ્યના તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લામાં માં કાર્ડ નો લાભ રૂપિયા 3 કરોડ 50 લાખનો અત્યાર સુધી લીધેલ છે. દાહોદ જિલ્લામાં કુલ 32500 માં કાર્ડ નીકળ્યા છે. માં કાર્ડને આયુષ્યમાનના આશરે ત્રણ લાખ ઉપર કાર્ડ નીકળેલ છે. તા.૦૧/૦૪/૨૦૧૯ ના રોજ માં કાર્ડ માટે ગુજરાત સરકારે આયુષ્યમાન ને જે લાભ મળે છે એ જ લાભ માં કાર્ડ મા પાંચ લાખ સુધીનો મળશે. પહેલા ગંભીર બીમારીમાં જ ચાલતું હતું પરંતુ હવે નાની બીમારીઓમાં પણ આ કાર્ડનો ઉપયોગ લોકો કરી શકશે