દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ઘોડા ડુંગરી ખાતે આવેલ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ દ્વારા આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દાહોદ સ્ટેશન રોડના ઓવરબ્રિજ પરથી શરૂ થઈ અને દાહોદ સ્ટેશન થી દાહોદના રાજમાર્ગો ઉપર ફરી અને બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ઉપર પહોંચી હતી. જ્યાં CSR કાર્યક્રમ અંતર્ગત IOC દ્વારા વિકલાંગ બાળકોને ટ્રાઇસિકલ, હિયરિંગ કીટ, ટોઇસ વગેરે વસ્તુઓ મળી કુલ 20 લાખ રૂપિયાની વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના યુસુફી કાપડિયા, વી.એમ પરમાર, સેફી પીટોલવાલા તેમજ ત્રિવેણી સ્કૂલના વિદ્યાર્થીઓ અને બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં IOCના કર્મચારીઓ અને દાહોદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેટરી ઓપરેટેક્સ ટ્રાઇસિકલ, હિયરિંગ એડ અને ટોઇસનું વિતરણ કરવામાં આવ્યું હતું.