KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ શહેરના ભોઈવાડ વિસ્તારમાં ભોઇવાડ નવયુવક મંડળ દ્વારા આજ રોજ ગણપતિ બાપ્પાની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગુજરાત રાજ્ય ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, કંબોઇ હનુમાનજી મંદિરના મહંત દયારામજી મહારાજ અને દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી દીપેશભાઇએ હાજરી આપી હતી. આ મહાઆરતીમાં ભોઈવાડ નવયુવક મંડળના સભ્યો, આગેવાનો તેમ જ તેમના પરિવારજનોએ ભાવભક્તિ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. આ મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં ડો. ભાવેશ રાઠોડએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.