દાહોદના મુવાલીયા ડેમમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત
સાંજે 5.30 કલાકે બની આ કરુણ ઘટના. પોતાનો ભાઈ પણ હતો સાથે આવણા ઉપર બેઠા હતા તેવા સમયે અકસ્માતે લપસી જતા લીલના લીધે લપસી ડૂબી જતાં મોત નીપજ્યું હતું. હીતેન્દ્ર અભેસિંગ રોઝ નામનો 17 વર્ષીય યુવાન ડૂબ્યો.11મા ધોરણમાં હિન્દી હાયર સેકન્ડરી સ્કુલ દાહોદમાં કરતો હતો અભ્યાસ
દાહોદ પશ્ચિમ રેલવે 3 રસ્તા ફીલ્ટર સાઇટ ઉપર રહેતો હતો
ટોટલ 3 મિત્રો ડેમ ઉપર ફરવા ગયા હતા. મિત્રોની ખુશી માતમમાં ફેરવાતા શોકમાં ડૂબ્યા. રાખડીના દિવસે ભાઈને ખોવાનો બહેનને ભારે શોક. દાહોદ ઘાંચી મુસ્લિમ સમાજના યુવકોએ ફાયરના લાસ્કારોએ ભારે જહેમત કરી બહાર કાઢ્યો હતો.બહાર કાઢ્યો ત્યાર યુવક મૃત હાલતમાં હતો પછી 108 દ્વારા દાહોદ zydus સિવિલમાં લઈ જવાયો હતો.
તહેવારમાં યુવકના ઘરમાં ઘેરો શોક અને માતમ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની લાશને પી.એમ કરી તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી.