Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના રાધે ગાર્ડન ખાતે વુમાનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું

દાહોદના રાધે ગાર્ડન ખાતે વુમાનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું

આજે તા.૧૬/૦૩/૨૦૨૪ ને શનિવારના રોજ દાહોદના રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન ખાતે વુમનિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ફાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધે ગાર્ડન ખાતે ફાગોત્સવનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં દાહોદ તથા આસપાસના ગામોની દરેક વયજૂથની મહિલાઓના મંડળો તથા ગ્રુપોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું અને તે સૌ મહિલા મંડળો તથા ગ્રુપો આ આમંત્રણ ને માન આપીને ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા. લગભગ ૩૧ થી ૩૫ જેટલા ગ્રુપો વિવિધ ગામો અને સમાજના મહિલાઓ આ ઉત્સવની મજા માણવા આવ્યા હતા. જેમાં રાધાકૃષ્ણ જેમ હોળી રમતા હતા તે રીતે નૃત્ય દ્વારા ફાગોત્સવની ઉજવણી માં ભાગ લીધો હતો આ ફાગોત્સવમાં મહિલાઓ વિવિધ પ્રકારના શણગાર કરી ને નૃત્યુ રજૂ કર્યા હતા.

આ ઉત્સવમાં મહિલાઓ પોતપોતાના ગ્રુપો સાથે એક અનેરા આનંદમાં જોવા મળી હતી અને ગ્રુપ ફોટો તથા સેલ્ફી પાડીને પોતે જ પોતાના રંગમાં રંગાઈ જઈ આ ઉત્સવ ની મજા માણી હતી. આ ઉત્સવ પૂરો થયા બાદ ગુલાલ તથા ફૂલોની પત્તીઓ એકબીજા ઉપર ઉડાવી હોળીનું પુનરાગમન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમા આવેલ મંચસ્થ મહાનુભાવોનું ખેસ તથા ગુલાલ લગાડી ફાગોત્સવમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, મુકેશ ખચ્ચર, રંજનબેન રાજહંસ તથા દાહોદની તથા આસપાસની સમગ્ર મહિલાઓ ઉપસ્થિત રહી ઉત્સવ ની મજા માણી હતી ઉત્સવ પૂર્ણ થયા બાદ ભોજન સમારં મા ભોજન બાદ સૌ છૂટા પડ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments