Wednesday, October 30, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના રાબડાલ ગામે રૂ.૪,૬૦,૬૧૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર...

દાહોદના રાબડાલ ગામે રૂ.૪,૬૦,૬૧૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં દાહોદ રૂરલ પોલીસ મળેલ સફળતા

દાહોદ જિલ્લાના મુખ મથક દાહોદના રાબડાળ ગામે ઇટીઓસ ફોરવ્હીલ ગાડીમાંથી દારૂની બોટલો નંગ – ૩૨૩ ની કુલ કિં. રૂ. ૨,૫૫,૬૧૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા ટોયોટા કંપનીની ઇટીઓસ ફોરવ્હીલની કુલ કિં. રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ – ૦૧ ની કિં. રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૪,૬૦,૬૧૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક
ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી તથા પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.કનારાનાઓની
સુચના હઠેળ પ્રોહી/જુગારને નેસ્તનાબુદ કરવા પ્રોહી/જુગારના ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને તા. ૧૨/૦૯/૨૦૨૪ ને ગુરુવારના રોજ દાહોદ રૂરલ પો.સ્ટે.ના સંજયભાઇ ધીરૂભાઇ એ.એસ.આઇ.નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇશ્વરભાઇ દિનેશભાઇ આ.પો.કો. નાઓને બાતમી મળેલ. જે બાતમી આધારે અમદાવાદ – ઇન્દોર નેશનલ હાઇવે ધાટાપીર પાસે વોચમાં ઉભા હતા. તે દરમ્યાન આરોપી ધમેશભાઇ પ્રવીણચંદ્ર જાતે જાની, રહે. શેઠનગર ગલી નં.૧૦ બ્લોક નં.૪૮૭/૪૯૧ માધાપર ગામ પાસે, જામનગર રોડ, રાજકોટ. જી. રાજકોટનાનો તેના કબજાની ગોલ્ડન કલરની ટોયોટા કંપનીની ઇટીઓસ ફોર વ્હીલ ગાડી નંબર GJ.06.ED.6972માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવતા પકડાઇ જઇ આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) ધમેશભાઇ પ્રવીણચંદ્ર જાની ઉ.વ.૪૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.સેઠનગર ગલી નં.૧૦ બ્લોક નં.૪૮૭/૪૯૧ માધાપર ગામ પાસે જામનગર રોડ રાજકોટ જી. રાજકોટ અને વોન્ટેડ આરોપી (૨) અનિમેષસિંગ તન્નુકુમાર ઉર્ફે રીંકુ મો.નં.૮૮૮૨૫૪૩૨૮૮ રહે. ઈંદોર મધ્યપ્રદેશનાઓ પાસેથી મળી આવેલ મદ્દુામાલ કે જેમાં (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ – ૩૨૩ ની કુલ રૂ.૪,૬૦,૬૧૫/- ના મુદ્દામાલ કિં. રૂ. ૨,૫૫,૬૧૫/-નો પ્રોહી મદ્દુામાલ તથા (૨) એક ગોલ્ડન કલરની ટોયોટા કંપનીની ઇટીઓસ ફોર વ્હીલ ગાડી નંબર જીજે.૦૬ ઈડી.૬૯૭૨ની જેની કિં. રૂ. ૨,૦૦,૦૦૦/- તથા (૩) એક મોબાઇલ ફોન નંગ – ૦૧ ની કિં. રૂ. ૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ કિં. રૂ. ૪,૬૦,૬૧૫/- નો મદ્દુામાલ કબજે કરેલ છે.
આ સમગ્ર કામગીરી કરનાર અધિકારી કર્મચારી માં
(૧) વી.પી.કનારા પોલીસ ઈન્સ્પેક્ટર (૨) સંજયભાઇ નધરૂભાઇ એ.એસ.આઇ. (૩) નિતેશભાઇ કનુભાઇ અ.પો.કો. તથા (૪) ઈશ્વરભાઇ કદનેશભાઇ આ.પો.કો. એ મુખ્ય ભાગ ભજવી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments