દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રામાનંદ પાર્કના મહામંડલેશ્વર મહંત શ્રી જગદીશદાસજી મહારાજના જણાવ્યા અનુસાર ગત વર્ષે ગરબાનું એકદમ સફળ આયોજન કર્યા પછી આ વર્ષે વધુ સિક્યુરિટી અને સેફ્ટી સાથે ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં 10 સ્ટેજ સિક્યુરિટી માટે 150 પોલીસ સ્ટાફના માણસોની માંગણી પણ કરેલ છે. સિક્યુરિટી કમિટીના સભ્યો વિશેષ દેખરેખ રાખશે અને આ વખતે માત્ર એક પ્રવેશ દ્વાર અને ત્રણ નિકાસના દ્વાર રાખવામાં આવ્યા છે. વિશેષ આમંત્રિત અને મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે અને નાના બાળકોના ગરબા રમવાની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે અને તેમ છતાં કોઈ વ્યવસ્થામાં સુધારો કરવા જેવું કોઈ સૂચન હોય તો પત્રકારોને જણાવવા માટે કહ્યું હતું. આ પ્રસંગે કમિટીના સભ્યો નરેશભાઈ, મુન્નાભાઈ યાદવ, પ્રકાશભાઈ અને અમૃતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદના રામાનંદ પાર્ક ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી જગદીશદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને...
દાહોદના રામાનંદ પાર્ક ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી જગદીશદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને પ્રેસવાર્તાનું થયું આયોજન
By NewsTok24
0
412
RELATED ARTICLES