દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં અન્ડર બ્રિજ પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં આજે રીધમ હાર્ટ દ્વારા દાહોદમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી આ શુભ પ્રસંગે દાહોદના સિનિયર ડોક્ટર બી.કે.પટેલ ડોક્ટર, ડોક્ટર ચતુર્વેદી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા રિધમ હાર્ટ હોસ્પિટલના ડોક્ટર અને ડિરેકટરો નીરવ ભલાણી, ચિરાગ શેઠ, અરવિંદ શર્મા, આનંદ આહુજા, તેમજ ર્ડો.કશ્યપ તથા દાહોદ રિધમ હોસ્પિટલના અન્ય ડોક્ટરો દાહોદ શહેરના અન્ય ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ની શરૂઆત કરતા દાહોદના સિનિયર ડોક્ટર બી.કે.પટેલ દ્વારા રીબીન કટ કરી હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રિધમ હાર્ટના ડોક્ટર અનિલ શર્મા તેમજ ડોક્ટર આનંદ આહુજા દ્વારા પત્રકાર પરિષદ કરી અને પત્રકારો સાથે નવા હોસ્પિટલમાં ફેસીલીટી બાબતની ચર્ચા કરી વિસ્તૃત જાણકારી આપી દાહોદના લોકોને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો અને આવો જ સહકાર જે અત્યાર સુધી તેઓને મળ્યો છે આવોજ સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે તેવી અપેક્ષા સાથે પત્રકાર પરિષદની પૂર્ણાહુતિ કરી હતી.
Byte – ર્ડો. અરવિંદ શર્મા રિધમ હાર્ટ હોસ્પિટલ દાહોદ
Byte – આનંદ આહુજા રિધમ હાર્ટ હોસ્પિટલ દાહોદ


