દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રેલ્વે સ્ટેશન મુસાફરખાન પાસે કોઈક બીમારીના કારણે કુદરતી રીતે એક અજાણી સ્ત્રી કે જેની ઉમર વર્ષ અંદાજે 70, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, રંગે ઘઉંવર્ણી, શરીરે પાતળા બાંધાની જેણીએ પોતાના શરીર પર ગુલાબી કલરનો બ્લાઉઝ, લાલ કલરની ઓઢણી તથા કમરે પોપટી કલર ચણીયો પહેરેલ છે. તેનું મરણ થઈ ગયેલ છે.
A.H.I. મથુરભાઈ વરસીગભાઈ તડવી, દાહોદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા તાપસ કરતા CRPC ની કલમ 174 મુજબ નોંધ કરી મરણ જનાર અજાણી સ્ત્રીની લાશને પી.એમ અર્થે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં મોકલી આપેલ છે. ઉપરોક્ત બનાવ તા.૨૯/૦૪/૨૦૧૯ ને સોમવારના રોજ અંદાજે ૦૮:૫૫ કલાકે નોંધ કરી તપાસ ચાલુ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ.