દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘ અને જિલ્લા શૈક્ષિક સંઘના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાત મંદોને 550 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી પ્રાથમિક શાળા ખાતેથી લીમખેડા પ્રાંતઅધિકારી ડી.કે. હડીયલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. પટેલ, જિલ્લા સંઘના પ્રમુખ બળવંત ડાંગર, મંત્રી નિતેશ પટેલ, તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં ચોપાટ પાલ્લી ગામમાં કુલ 25 જેટલી કીટ તથા લીમખેડામાં કુલ 237 તથા અન્ય તાલુકામાં 300 જેટલી કીટોનું વિતરણ ચોપાટ પાલ્લીથી કરવામાં આવ્યું. આમ દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદારો અને સભ્યોના સહયોગ થી કુલ 550 જેટલી અનાજ ની કીટો તૈયાર કરવામાં આવી હતી. લોકોની આર્થિક તેમજ સામાજિક મદદ માટે શૈક્ષિક સંઘ હંમેશા રાષ્ટ્રીય સેવામા અગ્રેસર રહે છે
દાહોદના લીમખેડા ખાતે જિલ્લા અને તાલુકા શૈક્ષિક સંઘના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાત મંદોને 550 અનાજની કિટનું કરવામાં આવ્યું વિતરણ
RELATED ARTICLES