ઝાલોદ તાલુકા ના લીમડી ગામે આજુબાજુ ના ગામો તથા મધ્ય પ્રદેશથી લોકો ખરીદી કરવા આવે છે અને લીમડી સેન્ટર છે બધા આવેપણ.પરંતુ આ વેપાર ધંધા ની સાથે સાથે ગુનાખોરી પણ આવીજાય છે. આ સાર્થક કરતો કિસ્સો લીમડીમાં બન્યો હતો.લીમડી પોલીસ ને મળેલ બાતમી ના આધારે લીમડી ગામ માં હત બાઝારમાં કોઈક ઇસમ નકલી નોટો લઇ અને વેપાર કરવા આવવા નો હતો . જેને ધ્યાનમાં રાખી લીમડી પોસઈ રાઠવા તથા સ્ટાફ ના જવાનોએ સુભાસ ચોક થી ગોધરા રોડ સુધી ની નાકાબંદી કરી અને ત્યાં માર્કેટમાં મધ્ય પ્રદેશ નો પર્થીંગ જલીયા સંગાડીયા એ પોતાની પાસેથી 500 /- રૂ. ની નોટ આપી નારીયેળ વાળા પાસેથી લીધું નારિયેળ લીધું અને બાકીના રૂપિયા પાછા લીધા હતા.અને તરત જ પોલીસે તેને પકડી અને તપાસ કરતા તેની પાસેથી રૂ. 1000/- ની નોટો નંગ 15 અને 500/- ના દર ની નોટો નંગ 11 કુલ મળી રૂપિયા વીસ હઝાર પાંચસો મળ્યા હતા અને આ તમામ નોટો ની ચકાસણી કરતા તે નોટો નકલી હોવાનું પ્રથમ ચરણ માં જણાઈ આવતા લીમડી પોલીસે આરોપી ની અત્કટ કરી અને તેના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
આ નોટો રમેશ મહીડાએ મધ્ય પ્રદેશના પર્થીંગ જાલીયા સંગડીયા એ આપી હતી હવે એ પોલીસ તપાસ નો વિષય છે કે આ ડીલીવેરી કરનાર આરોપી રમેશ મહીડ કોણ છે અને ક્યાંનો છે. શું આ આરોપી પેહલી વખતજ આ કામ માટે આવ્યો હશે ? શું એને અગાઉ આં કામ કરેલ છે ક કેમ અને તેનો છેડો કોની સાથે છે? આવા તમામ યક્ષ પ્રશ્નો છે જે હજી પોલીસે ઉકેલવાના બાકી છે.