KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકે આજે વહેલી સવારે મહેશ ઉર્ફે બટકો નામનો રીઢો અને આખા ગુજરાત માં બાઇક ચોરીમાં ઠેર ઠેર સંડોવાયેલ આરોપીએ વહેલી સવારે ટોયલેટ જવા માટે આશરે સાડા ત્રણ વાગે ગયો અને પછી જઇને આવી પાછો બેસી ગયો. અને ત્યાર બાદ તે ચાર વાગ્યાના આસપાસ ફરીથી તે ટોયલેટ જવા માટે ગયો હતો અને પરત ના આવતા ત્યાં હાજર સ્ટાફના કર્મીઓએ તેની તપાસ કરી તો આરોપી ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી રહ્યો હતો ત્યારે તાત્કાલિક તેને ઉતારી લીમડી CHC લઇ જવામાં આવ્યો પરંતુ તે ત્યાં પહોંચે અને ડોક્ટરે જોયું ત્યાં સુધી જીવિત હતો પરંતુ ટૂંક સમયમાં જ તેની કોઈ સારવાર થાય તે પહેલા મૃત્યુ પામ્યો હતો.
પ્રથમ તબકકે જોઈએ તો જેલમાં જ અંદર લોકઅપમાં બાથરૂમ છે અને તેમાં અડધો દરવાજો છે અને બાજુની દીવાલ પર સળિયાની ગ્રીલ છે. આરોપી મહેશ ઉર્ફે બટકાએ પોતાની પાસે ઓઢવા આપેલ કપડાનો એક છેડો ગ્રીલ સાથે બાંધ્યો અને બીજો છેડો તેના ગળામાં ગાળ્યો બનાવી અને લટકી ગયો હતો. અને તેને ગાળાથી ખિચાટ અવાજ આવતા પોલીસ કર્મીઓએ દોડી જઈ અને તેને ઉતાર્યો હતો અને તેને લીમડી CHC લઇ જવાયો હતો ત્યાં સુધીએ જીવિત હતો અને ત્યાં પહોંચ્યા બાદ તેને મૃત્યુ થયું હતું.
અત્રે નોંધનીય છે કે આ આરોપી સમગ્ર ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, હાલોલ, સુરત, વલસાડ, કઠિયાવાડ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અસંખ્ય બાઈક ચોરી કરી ચુકેલો છે અને અગાઉ 16, 5, 8, 4 એવી બાઈકોની ચોરી કબુલ કરી ચુકેલો રીઢો ચોર હતો. અને પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને કહેવાય છે કે આરોપીને કોઈપણ સગા નથી ફક્ત એક બહેન જ છે અને તેને મલવા માટે તેના કાકા કાકી ગરબાડાના ડોકી ગામથી આવ્યા હતા અને તેઓની સાથે ગામના સરપંચ પણ હાજરીર રહ્યા હતા. અને હવે તેનું પી,એમ કરી અને પરિવાર જનોને તેનો મૃતદેહ સોંપવામાં આવશે.
નોંધઃ આ સમગ્ર મામલામાં પોલીસ ની ભૂમિકાઓ પાર કોઈ સવાલ ઉભા કરી શકાય તેમ નથી કારણ કે લોકપમાં CCTV થી નજર રાખવાં આવે છે અને તેના આધારે ઝાલોદ થી જજ પણ આવી ગયા હતા અને તેઓએ પણ આવીને CCTV ફૂટેજ જોયા હતા તેમાં તે પેહલીવાર ટોયલેટ જઈને આવીને બેસે છે અને બીજી વાર ગયા પછી બહાર આવતો નથી પછી પોલીસ કર્મીઓ લોકઅપમાં જાય છે અને તેને બહાર કાઢી હોસ્પિટલ લઇ જાય છે.
નોંધ — મહેશ ભૂરીયા ઉર્ફે બટકો જે મૃત જાહેર થયો તે બાદ પોલીસે માનવતા દાખવી દાહોદ ટાઉન પી.આઈ. K.G.Patel એ દાહોદ સિવિલમાં પેનલ P.M. કરાવી અને તેઓ પોતાની દેખરેખ માં લાશ તેના ગામ ટૂંકી વજ્ર પહોંચાડી હતી અને તેના માતા પિતાને પણ મોરબીથી દાહોદ આવતા તેઓને દાહોદ ટાઉન પી.આઈ.K G Patelએ પોલીસની મોબાઈ વાનમાં મોકલી અને તેઓને ગરબાડા તેઓના ગામ ટૂંકી વજ્ર જવા માટે વ્યવસ્થા પોલીસે કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.