દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ચાલી ફળીયામાં ધોબી પરિવારને ત્યાં સાસરીમાં રહેવા આવેલા અમદાવાદના યુવકનો કારોના રિપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ચાલી ફળીયા, તળાવ ફળીયા, શારદા હોસ્પિટલ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જ્યારે મંગળબજાર, ઠાકોર ફળીયા, કુંભાર ફળીયાને બફર ઝોન કરાયા છે. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં સ્થાનિકોને આવશ્યક ચીજવસ્તુઓની અસુવિધા તેમજ આ વિસ્તારમાં પાંચ દિવસ થઈ ગયા છતાં પણ સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું નથી. જેને લઇ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સંજેલી તાલુકા મથકે ચાલી ફળીયામાં સાસરીમાં રહેવા આવેલા અમદાવાદના મુકેશભાઈ મગનભાઈ અંસેરીયાનો રિપોર્ટ તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ પોઝીટીવ આવ્યો હોવાથી ચાલી ફળીયા, તળાવ ફળીયા અને શારદા હોસ્પિટલ સહિતના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ચાલી ફળીયા અને તળાવ ફળીયા વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરીને તેમાં કોઈ પણ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. શારદા હોસ્પિટલ વિસ્તારને ખુલ્લો મુકાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કન્ટેઈનમેન્ટ વિસ્તાર સીલ કરાતા સંજેલી તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ વર્ધમાન કો-ઓપરેટિવ બેંક પણ બંધ કરવામાં આવી છે. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના રહીશોને આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા પુરી ન પડાતા આ વિસ્તારના લોકોને હાલત કફોડી બની છે.
Virsion > > રવિસિંહ પરમાર > > સંજેલી > > સંજેલી તાલુકામાં પ્રથમ પોઝીટીવ કેસ આવતા જ ત્રણ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન અને ત્રણ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયા છે, ત્યારે પ દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી આ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા માત્ર ચાલી ફળીયાને જ સેનેટાઈઝ કરી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે.
Virsion > > બંટા બાપુ > > ગામના આગેવાન > > સંજેલી તાલુકામાં પ્રથમ પોઝીટીવ કેસ આવતા ત્રણ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાંથી તળાવ ફળીયા અને ચાલી ફળીયા ને સીલ કરવામાં આવ્યું છે. ત્યારે શારદા હોસ્પિટલ વિસ્તાર ખુલ્લો રાખવામાં આવ્યો છે. જ્યારે સીલ કરેલા વિસ્તારમા તમાકુના 2 મોટા ડીલર અને 1 હોમ ક્વોરંટાઈન કરેલા તમાકુના ડીલર દ્વારા પોતાની કે ગ્રામજનોની પરવા કર્યા વગર ધમધમાટ વેપાર ધંધો કરી રહ્યા છે. અન્ય લોકો આ કોરોના વાયરસમાં ફસાય તે પહેલા વહીવટી તંત્ર દ્વારા આ તમાકુ ડિલરોની ઓફિસો, ગોડાઉનો અને દુકાનોને સીલ મારવામાં આવે તેવી લોકમાંગ છે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી લોકો વેપાર ધંધો કરવા માટે વારંવાર બહાર નીકળતા હોવાથી અન્ય લોકોમાં આ વાયરસ ફેલાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Virsion > > સંજેલી ચાલી ફળીયા વિસ્તારના > > સ્થાનિક રહીશો > > અમારા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી પતરાથી સીલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે આવશ્યક ચીજવસ્તુ મેળવવા માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હજી સુધી અમારા વિસ્તારના લોકોને આવશ્યક ચીજવસ્તુ મેળવવા માટે કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી. અને આંખ આડા કાન કરાઇ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. જેથી આ વિસ્તારના દરેક લોકોને હાલ ખૂબ તકલીફ વેઠવી પડી રહી છે.