
સમગ્ર દેશમાં કોરીનાની મહામારી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ઝુંસા ગામે સેનેટાઇઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સંજેલી તાલુકામાં તા.૨૦/૦૪/૨૦૨૦નેે સોમવારના રોજ સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે દરેક ગ્રામ પંચાયતની 5000 લિટર સેનેટાઈઝર દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેના ભાગ રૂપે ઝુંસા ગામના સરપંચ દ્વારા તા.૨૩/૦૪/૨૦૨૦ ને ગુરુવારના રોજ કોરોના વાઇરસની મહામારી ને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયત, ઝૂંસામા મળેલ સેનેટાઇઝર દવાને પંપ દ્વારા ફળીએ ફળીએ જઈને મકાનો તથા તેની આસપાસની ખુલ્લી જગ્યાઓને સેનેટાઈઝ કરવામાં આવી.