Saturday, February 1, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદના સંજેલી તાલુકાના ઢેડીયા મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરીમાં શ્રમિકોને...

દાહોદના સંજેલી તાલુકાના ઢેડીયા મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરીમાં શ્રમિકોને નાણાં ન ચૂકવાતા T.D.O. ને આવેદનપત્ર

જોબકાર્ડ આઇડીનો દૂરઉપયોગ કરી અન્યના બેન્ક ખાતામાં નાણાં જમા કરાવ્યા. મૃતકોના નામે પગાર ચૂકવાયા.
તાત્કાલિક નાણાં નહીં ચૂકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેડીયા ખાતે આવેલા તળાવની મનરેગા યોજના હેઠળ ઊંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં નરેગા શાખાના કર્મચારી દ્વારા શ્રમિકોના ખરા હકના નાણાં જોબકાર્ડ આઇડીનો દૂર ઉપયોગ કરી અન્યના બેંક ખાતામાં રકમ જમા કરાવ્યા. તેમજ મૃતકોના નામે નાણાં જમા કરાવ્યા. સાચા શ્રમિકોને પોતાના હકના નાણાં ન મળતા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક નાણાં ચૂકવવા તેમજ ગુનાહિત બેદરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ બાબતે ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સંજેલી તાલુકાના ઢેઢિયા ગામે પ્રાથમિક શાળા પાસે આવેલા તળાવને નરેગા યોજના હેઠળ કોરોના મહામારી લોકડાઉનની સ્થિતિમાં ગરીબ અભણ આદિવાસી ખેડૂતોને ઘર આંગણે જ આજીવિકા મળી રહે તે હેતુથી તળાવ ઉંડુ કરવાની કામગીરી ત્રણ અઠવાડિયા સુધી કરવામાં આવી હતી. જેમાં લગભગ ૬૦૦ ઉપરાંત ઢેઢિયા ગામના શ્રમિકોએ પોતાના પરિવારને રોજી રોટી મળી રહે તે હેતુથી તોપ, તાતા કોરોના કે જીવની પરવા કર્યા વગર પોતાના પરિવારને ભૂખમરાથી બચાવવા પરસેવાથી રેબઝેબ સાથે મજૂરી કરી હતી. જે નાણાં આજ દિન સુધી જમા ન થતાં અવારનવાર તાલુકામાં તપાસ કરતાં નાણાં જમા થઈ ગયો હોવાની જણાવતાં બેન્કોની લાઇનોમાં પણ સમય અને નાણાંનો બગાડ કરી બેન્કોના ધક્કા ખાઇને પણ હેરાન પરેશાન થઇ ગયા છે. શ્રમિકોને મળવાપાત્ર પગાર આજ દિન સુધી ખાતામાં જમા થયા નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તાલુકાના અધિકારી ધ્યાન દેતા નથી. શ્રમિકોને પોતાના હકના નાણાં આપવાને બદલે આદિવાસી ગરીબ અને અભણ પ્રજાના તકનો લાભ લઇ નરેગા શાખાના કર્મચારીઓ દ્વારા ભૂતિયા જોબ કાર્ડ તેમજ ખોટી આઇડી અને બેંક ખાતાનો ઉપયોગ સરકારની ઓનલાઇન સાથે ચેડા કરી. જોબકાર્ડ આઈડી નો દુર ઉપયોગ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આદરી અંગત મળતિયા બેન્ક ખાતામા નાણાં જમા કરાવી મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પણ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ મરણ પામેલા ના નામે પણ નાણાં ચૂકવાયા હોવાની પણ રજૂઆત. આમ નરેગા શાખામાં સરકારના નાણાનો દુરઉપયોગ કરી શ્રમિકોને પોતાના હકના નાણાં ન આપી ગામની ગરીબ અભણ પ્રજા સાથે મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતા માજી તાલુકા સભ્ય રામુભાઇ રાઠોડ, ગામના આગેવાન ચંદુભાઇ રાઠોડ તેમજ શ્રમિકો દ્વારા ૨૭ મી ને સોમવારના રોજ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક મજૂરોના બેંક ખાતામાં નાણાં જમા કરાવવા તેમજ બેદરકારી અને ગુનાહિત ગેરરીતી કરનાર જવાબદાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નરેગા શાખાના કર્મચારીઓ દ્વારા શ્રમિકો પાસેથી કામગીરીના મસ્ટર ભરવા તેમજ માપણી માટેના શ્રમિક દીઠ ૧૦૦ રૂપિયાની ઉઘરાવવામાં આવ્યા હતા, તેમ છતાં શ્રમિકોના નાણાં હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. આવા મોટા પ્રમાણમાં ઉઘરાણુ થઇ રહ્યું છે છતાં પણ તાલુકાના અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે, આ બાબતે સંજેલી તાલુકા પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments