દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ વિતરણ માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા અને મહામંત્રી હસમુખભાઇ પંચાલ દ્વારા અપીલ કરાતા ધારાસભ્ય રમેશ કટારાની આગેવાની હેઠળ જિલ્લા ભાજપા પ્રમુખ જશુભાઇ બામણીયા, રમેશ તાવિયાડ, જગદીશભાઇ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મહામંત્રી રામુભાઇ ચારેલ, આચાર્ય કલ્પેશ મછારની ઉપસ્થિતિમાં જિલ્લાના ૨૦૦ જેટલા પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોએ 2000 જેટલા કીટ તૈયાર કરી પોત પોતાના તાલુકામાં પોતાની યથાશકિત પ્રમાણે માતૃભૂમિ, કર્મભૂમિ નજીક ગામમાં ફળિયામાં રહેતા ગરીબ અનાથ બાળકો, વિધવા બહેનો અને અશક્ત ઘરડા બુઝુર્ગ લોકોની પડખે ઉભા રહીને વિવિધ ગામોમાં વસ્તા પરિવારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રાશન કીટનું વિતરણ કર્યું હતું.
HomeSanjeli - સંજેલીદાહોદના સંજેલી તાલુકામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરીવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ