દાહોદ ખાતે ગાંધીજયંતિની ભવ્ય ઉજવણી ભાજપ દાહોદ દ્વારા દાહોદના સાંસદ અને રાજ્યના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
દાહોદ ગાંધી જયંતિ નિમિત્તે દાહોદના ગાંધી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા સુતરની માળા અર્પણ કરવામાં આવી હતી, ત્યાર પછી દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયા કિશોરી એ માલ્યાર્પણ કર્યા હતા.
આજે તા.૦૨/૧૦/૨૦૨૩ ને સોમવારના રોજ ગાંધી જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પંચશીલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીના વસ્ત્રની ખરીદી કરવામાં આવી હતી અને રાજ્ય મંત્રી કુબેર ડિંડોડએ પણ ખાદીની કરી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, નગર પાલિકા પ્રમુખ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા