દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ્વે મંત્રાલય નવી દિલ્હીમાં ભારત સરકારના માનનીય રેલ રાજ્ય મંત્રી દાનવે રાવસાહેબ પાટીલને ટ્રેનોના સ્ટોપજ, ટિકિટ કાઉન્ટર અને અન્ય સુવિધાઓ માટે રજૂઆત કરવામાં આવી. જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન પર પ્રાઇમ સુવિધા બનાવવા બાબતે દાહોદ લોકસભા મતવિસ્તારના નાગરિકો દ્વારા સાંસદ જસવંતસિંહ ભાભોર પાસે વારંવાર નીચેની માંગણીઓ કરવામાં આવી છે, જે પૈકી
(૧) ટ્રેન નંબર 12929 / 12930 દાહોદ વલસાડ દાહોદ ઈન્ટરસિટી ફરીથી નિયમિતપણે ચલાવવામાં આવે.
(૨) ટ્રેન નં. 69117 / 69118 દાહોદ વડોદરા દાહોદ મેમુને ફરીથી શરૂ કરવા માટે મુસાફરો દ્વારા ઉચ્ચ માંગ.
(૩) ટ્રેન નંબર બાંદ્રા અજમેરને દાહોદ સ્ટેશન પર ફરીથી સ્ટોપેજ આપવામાં આવે.
(૪) ગોદી રોડ સાઈડ પર બંધ પડેલ ટિકિટ કાઉન્ટર ફરીથી ચાલુ કરવું જોઈએ.
(૫) સ્ટેશન પર પેસેન્જર હોલ છે, તેમાં ટાઈમ ટેબલ દર્શાવવા માટે મોટો ડિસ્પ્લે મુકવો જોઈએ.
(૬) દાહોદમાં સ્ટેશની ઉપર રિઝર્વેશન અને AC માટે અલગ અલગ પ્રતીક્ષા કક્ષ બનાવવામાં આવે.
(૭) રસ્તાની તરફ પડતા અંડરબ્રિજ પર પારદર્શક શેડ બનાવવો જોઈએ, જેથી વરસાદમાં પાણીની કોઈ સમસ્યા ન થાય.
તેથી ઉપરોક્ત તમામ માંગણીઓ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ કરવા હેતુ વિનંતી કરતો પત્ર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ રાજ્યમંત્રી દાનવે રાવસહેબ પાટીલને પાઠવવામાં આવ્યો હતો .