
KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ઈન્દૌર હાઇવે પર આવેલ B.A.P.S. મંદિર ખાતે સ્વામિ નારાયણ સંસ્થાના સંસ્થાના પ. પૂ. મહંત સ્વામિ મહારાજનો ૮૪મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦૦ જેટલા માણસોએ હાજરી આપી હતી. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે વી.એન.રાઠવા (ડેપ્યુટી ડાયરેક્ટર) એગ્રીકલ્ચરલ તથા દાહોદ ટાઉન P.I. એમ.જી.ડામોરે હાજરી આપી હતી અને આ પ્રસંગે એમ.જી.ડામોર સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને તે પ્રવચન દ્વારા બાળકોએ વ્યશન ન કરવું, કોઇથી પણ જૂઠું બોલવું નહીં, નિયમીત રીતે પ્રાર્થના કરવી જોઈએ અને નિયમિત રીતે પરિવારિક એકતા માટે ઘરસભા પણ ભરવી જોઈએ અને તેમણે વધુ માં કહેલ કે ભલે તમે કોઈ પણ ધર્મ કે પંત ના હોવ પરંતુ  ઘરમાં બધાએ સાથે હળીમળીને રહેવું જોઈએ. વી.એન. રાઠવા સાહેબે તેમના પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખ સ્વામિ જેવા આધ્યાત્મિક ગુરુ વિષે વાતો કરી હતી.

પૂ. યોગીપુરુષ સ્વામીજીએ વ્યસન મુક્ત જીવન જીવવાની વાત કરી હતી, પૂ. નૈષ્ઠિકજીવન સ્વામીજીએ પૂ. મહંત સ્વામીજીના મહિમાની વાત કરી હતી. આ સભામાં  જે બાળકોએ ગત રવિવારના રોજ બાળસભામાં સારા પાત્રો નો અભિનય કર્યો હતો અને સારા સારા ગીત – ભજન ગયા હતા તેવા બધા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે દાહોદ ટાઉન પી.આઈ. ડામોર સાહેબ દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોનું મનોબળ વધાર્યું હતું. આ સભાનું સફળ સંચાલન ડો.શૈલેષભાઈ પટેલ તથા સમસ્ત સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું  


                                    