દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં શ્રી શ્રી રવિશંકર સંચાલિત આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આગામી તારીખ 15 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર 2018 ષષ્ઠી સપ્તમી અને અષ્ટમીના રોજ સ્વામી વિવેકાનંદ સંકુલ, ગોવિંદ નગર ખાતે ત્રિદિવસીય વૈદિક નવરાત્રી મહોત્સવનું આયોજન થનાર છે. જે દાહોદ શહેરમાં પ્રથમ વખત જ યોજાનાર છે. આ વૈદિક નવરાત્રી મહોત્સવ બેંગ્લોર થી પધારેલ સ્વામી બ્રહ્મચૈતન્યજી ગુરુજીની નિશ્રામાં થનાર છે. આ નવરાત્રી મહોત્સવમાં તામિલનાડુથી ખાસ પધારેલા કર્મકાંડી બ્રાહ્મણ અને અન્ય વિદ્વાન પંડિતો ઉપસ્થિત રહેનાર છે અને તેઓ દ્વારા વેદ અને ઋચાઓને સાંકળીને માનવજીવન માટે ખૂબ જ એવી વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે આયુર્વેદની દ્રષ્ટિએ આપણા જે અત્યંત ઉપયોગી એવી હવન સામગ્રી દ્વારા ત્રણ દિવસો દરમિયાન શહેરની આબોહવા આરોગ્યવર્ધક બને અને વિવિધ બીમારીઓ કાજે રોગપ્રતિકારક વાતાવરણ સર્જાય તે શુભાશયથી વિવિધ ઇષ્ટના યજ્ઞ અને હોમ હવન પણ થશે આશરે પ૦૦૦ વર્ષ જુની વૈદિક પદ્ધતિ ને કેન્દ્રસ્થાને રાખીને વૈદિક ધર્મ સંસ્થાન, ગુજરાતના સૌજન્યથી દાહોદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં તા.15 થી 17 ઓક્ટોબર 2018 ના દિવસો દરમિયાન પૂજા અને હોમ-હવન વગેરે યોજાશે આ સાથે વૈદિક માહાત્મ્ય ની દ્રષ્ટિએ ઉમદા ગણાતા કન્યાપૂજન કાર્યક્રમ અંતર્ગત દાહોદની 108 જેટલી બાળાઓનું કન્યાપૂજન પણ આ દરમિયાન થનાર છે.
ભારતભરના વિવિધ પ્રાંતોની નૃત્ય સહિત ની કળાઓ પણ પ્રદર્શિત થશે આમ અનન્ય મહત્ત્વ ધરાવતા આ વૈદિક નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં નગરજનો પધારી લાભ લે તે માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા સૌને ભાવભીનું આમંત્રણ છે
આ વૈદિક નવરાત્રી મહોત્સવ માં તા.15મી ઓક્ટોબર 2018 ના સષ્ઠીના દિવસે સાંજના 04:30 કલાકે ભગવાન ગણેશજીનું આહ્વાન કરી વાસ્તુ શાંતિ હવન દ્વારા મહાલક્ષ્મી નું હોમ કરવામાં આવશે તથા ચંડીહોમનું શુભારંભ કરવામાં આવશે. તા.16મી ઓક્ટોબર 2018ના સપ્તમીના દિવસે રુદ્રાભિષેક કર્યા પછી ચંડી હોમ ચાલુ રહેશે. સાંજે મહાસુદર્શન હોમ પણ કરવામાં આવશે તથા તા.17મી ઓક્ટોબર 2018 અષ્ટમીના રોજ સાંજે નવચંડી યજ્ઞ બાદ સપ્તશતી હવન, કન્યા પૂજન તથા ગૌ-પૂજન બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારબાદ દરેક માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે