દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં “દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ” અને “સામાજિક વનીકરણ વિભાગ” (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ના સંયુક્ત ઉપક્રમે આજે તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાક થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી નિઃશુલ્ક ખૂબ મોટી સંખ્યામાં નાના-મોટા છોડ, ફળાઉ, આરોગ્ય વર્ધક, કુંડામાં નાખી શકાય તથા મોટા વિસ્તારમાં નાખી શકાય એવા વિવિધતા ધરાવતા વિપુલ સંખ્યામાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
જે સંદર્ભે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ સાંજના ૦૬:૦૦ કલાકે BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રખર વક્તા સંત પુ. ત્યાગવત્સલ સ્વામી, પુ. વેદ પ્રિય સ્વામી, પુ. શ્રીજી સ્વરૂપ સ્વામી તથા પુ. સંત દર્શન સ્વામીના સાનિધ્યમાં આ રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પીઆર ડો. શૈલેષ પટેલ, મનોજ પંચાલ, નિર્દેશક પરેશભાઈ પરમાર, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મંડળ સંચાલક હિતેશ પટેલ, કેયુર પરમાર તથા અન્ય હરિભક્તો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.