દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BPL આવાસ પાસે આવેલ પાણીની ટાંકીના ડકફૂટ બેન્ડમાં લીકેજના કારણે વોર્ડ નંબર – ૮ અને વોર્ડ નંબર – ૯ ની જનતામાં પાણીનાં લો પ્રેસરની તકલીફની ફરિયાદ વારંવાર થતાં તેના હલ (સોલ્યુશન) માટે તે પાણીની ટાંકીના ડકફૂટમાં સમારકામ કરવામાં આવ્યું હતું, અને હવે ઉપરોક્ત બંને વોર્ડમાં પાણીનાં લો પ્રેશરની તકલીફનો કાયમી નિરાકરણ કરવામાં આવ્યું છે.
આ પાણીની ટાંકીના ડકફૂટમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે તેનાં નિરીક્ષણ માટે ગત તા.૧૫/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દિ ચલ્લાવાલા, પક્ષનાં નેતા રાજેશ સાહેતાઈ, દંડક શ્રધ્ધા ભડંગ, કારોબારી ચેરમેન લખન રાજગોર, વોટર સપ્લાય ચેરમેન નૃપેન્દ્ર દોશી તથા વોર્ડ નંબર – ૮ અને વોર્ડ – ૯ ના કાઉન્સિલર આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને હવેથી જ્યારે પણ પાણી આ બંને વોર્ડ માં આવશે તો તેના લો પ્રેસર ના હોવાને કારણે પાણી તેજ ગતિથી આવશે જેથી લો પ્રેશરની સમસ્યાના નહિ રહે તેવું એક અખબારી યાદીમાં નગર પલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.